ભરૂચ: ઝઘડીયા તાલુકાના બાડાબેડા ખાતે સંવિધાન દિવસની ઉજવણી

પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના અધ્યક્ષ સ્થાને સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે સંવિધાન બચાવવા માટેના શપથ ઉપસ્થિત લોકોને લેવડાવવામાં આવ્યા

New Update
Advertisment
  • રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી

  • ઝઘડિયાના બાડાબેડા ગામ ખાતે કરાઈ ઉજવણી 

  • આદિવાસી સંવિધાન સેના દ્વારા કરાયું આયોજન 

  • સંવિધાન બચાવવા માટે ઉપસ્થિતોએ લીધા શપથ 

  • છોટુ વસાવાએ કર્યા મોદી સરકાર પર પ્રહાર 

Advertisment

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બાડાબેડા ફાર્મ હાઉસ ખાતે ભારત આદિવાસી સંવિધાન સેનાના નેજા હેઠળ પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના અધ્યક્ષ સ્થાને સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે સંવિધાન બચાવવા માટેના શપથ ઉપસ્થિત લોકોને લેવડાવવામાં આવ્યા હતા.

અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં દિલીપ છોટુ વસાવા,કિશોર છોટુ વસાવા,બચુ માસ્તર,અશ્વિન પટેલ,અંબાલાલ જાદવ તેમજ મોટી સંખ્યામાં ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ પ્રસંગે છોટુ વસાવાએ મોદી સરકાર પર શાબ્દિક પ્રહાર પણ કર્યા હતા.

Latest Stories