આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.દુલેરાની દેખરેખ હેઠળ ભરૂચ જિલ્લામાં નેશનલ કવોલિટી એસ્યોરન્સ પ્રોગ્રામ (NQAS) અંતર્ગત નેશનલ લેવલ એસેસમેન્ટ-રાષ્ટ્રીય કક્ષાનું નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇલાવના વઘવાણ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે આરોગ્ય વિભાગના ડો.મનીષ શર્મા અને ડો.સુનીતા ડોહાન દ્વારા નેશનલ લેવલ એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/07/14/img-20250707-wa0138-2025-07-14-09-08-52.jpg)
જેમાં આયુષ્યમાન આરોગ્ય મંદિરની આરોગ્યલક્ષી સેવાઓનું મુલ્યાંકન કરીને ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સર્ટીફીકેટ આપવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન આરોગ્ય વિભાગના કર્મીઓનું આરોગ્યલક્ષી જ્ઞાન, રજીસ્ટર નિભાવણી તેમજ તેઓ દ્વારા આપવામાં આવતી આરોગ્ય સેવાઓનું મુલ્યાંકન કરવામાં આવે છે.અસેસમેન્ટ દરમિયાન સગર્ભા પ્રસૂતાની સેવા, બાળ-સંભાળ અને સારવાર, કુટુંબ કલ્યાણની સેવાઓ, ચેપી તથા બિનચેપી રોગોનું સંચાલન, સામાન્ય રોગોની સારવાર, ઈમરજન્સી સેવાઓની તથા યોગ-પ્રાણાયમ સહિત આયુર્વેદિક સેવાઓની પણ ગુણવત્તા ચકાસણી કરી ખાતરી કરવામાં આવી હતી.