New Update
/connect-gujarat/media/media_files/2025/04/19/KIqqS4lOexIWEH5IH0E8.jpeg)
ભરૂચ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષતામાં જિલ્લા આયોજન ભવનના સભાખંડમાં મળી હતી. બેઠકમાં વિવિધ પ્રશ્રો અંગે ઝડપી કાર્યવાહી કરવા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
બેઠકમાં જનપ્રતિનિધિઓએ ડી.જી.વી.સી.એલ., જમીન શાખા, ખાણ અને ખનીજ વિભાગ, ડી.આઈ.એલ.આર., નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા, બીએસએનએલ વિભાગ, દબાણ હટાવની કામગીરી જેવા પ્રજાલક્ષી પ્રશ્નો મુદ્દાઓ ઉપર વિસ્તૃત રીતે ચર્ચા વિચારણા કરી હતી. આ પ્રશ્નો સંદર્ભે સંબંધિત અધિકારીઓએ જવાબ રજૂ કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ડી.કે.સ્વામી, રિતેશભાઈ વસાવા, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.