ભરૂચ: જિલ્લાની 67 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ, ઉત્સાહ અને ઉત્તેજનાનો માહોલ

ભરૂચ જિલ્લાની 47 ગ્રામ પંચાયતની સામાન્ય અને 20ની પેટા ચુંટણીમાં આજરોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દરેક તાલુકા મથકે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

New Update
  • ભરૂચ જિલ્લામાં ગ્રામપંચાયતોની ચૂંટણી

  • રવિવારે યોજાયું હતું મતદાન

  • આજરોજ મતગતરી પ્રક્રિયા હાથ ધરાય

  • 67 ગ્રામપંચાયતોની યોજાય હતી ચૂંટણી

  • મતગણતરી સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

ભરૂચ જિલ્લાની 47 ગ્રામ પંચાયતની સામાન્ય અને 20ની પેટા ચુંટણીમાં આજરોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દરેક તાલુકા મથકે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લામાં રવિવારે વરસતા વરસાદમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી ત્યારે આજરોજ મત ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર,હાંસોટ,વાલીયા, નેત્રંગ,ઝઘડિયા,જંબુસર આમોદ અને વાગરા તાલુકા મથકોએ ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સવારના સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતપેટીઓ ખોલવામાં આવી હતી. સાથે જ ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓએ મતગણતરીનો પ્રારંભ કર્યો હતો.મતગણતરી સ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
જિલ્લાની 47 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 1.22 લાખ મતદારો પૈકી 80143 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં મતદાનની ટકાવારી 65.61 ટકા રહી હતી.જ્યારે જિલ્લાની 20 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં કુલ 20380 મતદારો પૈકી 14093 એ મતદાન કર્યું હતું. મતદાનની ટકાવારી 69.15 ટકા નોંધાઇ હતી.આજે દિવસ દરમ્યાન ચૂંટણીના પરિણામો જાહેર થતા ઉત્સાહ તેમજ ઉત્તેજનાનો માહોલ જોવા મળ્યો હતો