ભરૂચ: ઝઘડિયાના ઉંટીયા ગામે ચાલતી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાય, રૂ.1 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચની ઝઘડિયા પોલીસને બાતમી મળી હતી કે ઉંટિયા ગામનો અલ્પેશભાઇ ઉર્ફે લાલો કાન્તિભાઇ વસાવા ગામના કબ્રસ્તાન નજીક છાપરું બનાવીને  તેમાં દેશી દારૂ ગાળીને તેનું વેચાણ કરે છે.

New Update
aaa

ભરૂચના ઝઘડિયા તાલુકાના ઉંટિયા ગામેથી પોલીસે દેશી દારૂ અને ભઠ્ઠીમાં દારૂ ગાળવાના વોસ અને ફટકડી સહિત કુલ રૂપિયા ૧૦૪૩૦૦ ના મુદ્દામાલ સાથે દારૂ ગાળવાના ગુના હેઠળ એક ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચની ઝઘડિયા પોલીસને બાતમી મળી હતી કે ઉંટિયા ગામનો અલ્પેશભાઇ ઉર્ફે લાલો કાન્તિભાઇ વસાવા ગામના કબ્રસ્તાન નજીક છાપરું બનાવીને  તેમાં દેશી દારૂ ગાળીને તેનું વેચાણ કરે છે. પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે રેઇડ કરતા ત્યાં છાપરાની નીચે બે ચુલા બનાવીને એલ્યુમિનિયમના તગારા પીપ અને પાઇપોના ઉપયોગથી ભઠ્ઠી બનાવી હતી. છાપરામાં અને છાપરા બહાર મળીને કુલ ત્રણ ભઠ્ઠી બનાવેલ હતી અને તેનાથી દારૂ બનાવાતો હતો. પોલીસ તપાસ દરમિયાન નાનામોટા કુલ ૮  જેટલા કાર્બાઓમાં તેમજ ચાર  મીણીયા કોથળાઓમાં રાખેલ  પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલ દેશી દારૂ મળી આવ્યો હતો.પોલીસે રૂ. 1.4 લાખના મુદ્દામાલ સાથે અલ્પેશભાઇ કાન્તિભાઇ વસાવા રહે.ગામ ઉંટિયા તા.ઝઘડિયા જિ. ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.