New Update
ભરૂચ કોર્ટમાં અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી,જેમાં એક વકીલ સાથે જજ પણ સકંજામાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે ACBની ટ્રેપને પગલે કોર્ટ સંકુલમાં સન્નાટો છવાઈ ગયો હતો.
ભરૂચ કોર્ટમાં ખાનગી વાહન દ્વારા આવી પહોંચેલી અમદાવાદ ACBની ટીમની કાર્યવાહી એ કોર્ટ સંકુલમાં સન્નાટાનું વાતાવરણ સર્જી દીધું હતું,સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રૂપિયા 50 લાખની ડિલમાં રૂપિયા 2 લાખ આપવામાં આવ્યા બાદ ACB દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી,આ ઘટનામાં વકીલ સાથે એક જજ પણ સકંજામાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલ આ મુદ્દે ACB દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી,પરંતુ ઘટનાને પગલે કોર્ટ સંકુલમાં સન્નાટો છવાઈ ગયો હતો,અને લાંચિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
Latest Stories