New Update
/connect-gujarat/media/media_files/2025/05/31/5H2l5Ziv6zATiy11KtqT.jpeg)
કરમાડ ગામે કુહાડી મારી એક વ્યક્તિની હત્યા કરનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
ભરૂચ તાલુકાનાં કરમાડ ગામમાં તા.૨૦/૦૪/૨૦૧૯ના રોજ નવી નગરી વ્હાલુ ફળીયામાં રહેતા નરેન્દ્ર ઉર્ફે મુન્નો કરશનભાઈ વસાવાએ ફરીયાદીનાં ઘરે આવી ફરીયાદીનાં પતિ કમલેશ વસાવાને કહ્યું હતું કે તુ મારા ઘરે તારી પત્નિ રેખાને શોધવા કેમ આવેલો ? તેમ કહી આરોપી નરેન્દ્ર ઉર્ફે મુન્નો કરશનભાઈ વસાવાએ તેના હાથમાની કુહાડી કમલેશ વસાવાનાં માથાનાં ભાગે મારી હત્યા કરી હતી.આ અંગે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા બાદ કેસ ભરૂચનાં બીજા એડીશનલ સેસન્સ એન્ડ ડિસ્ટ્રીકટ જજ ઈ.એમ.શેખ સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકાર તર્ફે સરકારી વકીલ મનોહરસિંહ જી. રાઠોડ દ્રારા કુલ-૧૪ સાહેદો તપાસવામાં આવ્યા હતા અને કુલ-૨૧ દસ્તાવેજી પુરાવા રજુ કરવમાં આવ્યા હતા જેને ધ્યાને રાખી કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેળની સજા અને રૂ.50 હજારનો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.
Latest Stories