ભરૂચ : GNFC સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે સ્પેશ્યલ બ્લાઇન્ડ ખેલ મહાકુંભ 3.O અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો...

ભરૂચના નર્મદાનગર GNFC સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે સ્પેશ્યલ બ્લાઇન્ડ ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

New Update
  • GNFC સ્થિત સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું આયોજન

  • સ્પેશ્યલ બ્લાઇન્ડ ખેલ મહાકુંભ 3.ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

  • ખેલ મહાકુંભ ૩.૦માં ૩ જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો

  • ટુર્નામેન્ટના વિજેતાઓ રાજ્ય કક્ષાએ બતાવશે પોતાનું પ્રદર્શન

  • જિલ્લા કક્ષાએ વિજેતાઓને ઇનામનું વિતરણ કરવામાં આવશે

Advertisment

ભરૂચના નર્મદાનગર GNFC સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે સ્પેશ્યલ બ્લાઇન્ડ ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ભરૂચના નર્મદાનગર GNFC સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે "રાષ્ટ્રીય અંધજન મંડળ"ભરૂચ-નર્મદા જિલ્લા શાખા અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-ભરૂચ દ્વારા આયોજિત સ્પેશ્યલ બ્લાઇન્ડ ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં ૩ જેટલી ટીમો ભાગ લઈ રહી છે. જેમાં NAB-11હ્યુમન વેલકેર અને જય સીયારામ સહિતની ટોપ ટીમો સામેલ છે. જેમાં કુલ 2 મેચ રમવામાં આવી હતી. આ ટુર્નામેન્ટના વિજેતાઓને આગળ રાજ્ય કક્ષાએ મોકલવામાં આવનાર છેઅને જિલ્લા કક્ષાએ ઇનામનું પણ વિતરણ કરવામાં આવશે.

 

Latest Stories