ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપીની કરી ધરપકડ

ભરૂચ એલસીબીએ અંક્લેશ્વર શહેર એ ડીવીઝન અને ડેડીયાપાડા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને અંકલેશ્વરના નવાગામ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો હતો.

New Update
snk arp

ભરુચ એલસીબીએ અંક્લેશ્વર શહેર એ ડીવીઝન અને ડેડીયાપાડા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને અંકલેશ્વરના નવાગામ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો હતો.

ભરૂચ જિલ્લામાં નાસતા ફરતા,વોન્ટેડ અને પેસેલ જમ્પના આરોપીઓને ઝડપી માટે ભરૂથ એલ.સી.બી.ના પી.આઈ એમ.પી.વાળાના માર્ગ દર્શન હેઠળ પી.એસ.આઈ આર.કે.ટોરાણી સહિત સ્ટાફ અંક્લેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંક્લેશ્વર શહેર એ ડીવીઝન અને ડેડીયાપાડા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપી નવાગામ બસ સ્ટેશન પાસે ઉભેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી નવાગામ કરારવેલ ગામના મંદીર ફળિયા રહેતો મિતેષ ઉર્ફે કાલુ વસાવાને ઝડપી પાડી તેને તાલુકા પોલીસ મથકને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories