ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે રીઢા ચેઇન સ્નેચરોની કરી ધરપકડ, ચેઇન સ્નેચિંગના 3 ગુનાનો ભેદ ઉકેલાયો

ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપનાર આરોપીઓ સુરતના સાયણ રોડ પર રહે છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા દરોડા પાડી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા

New Update

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા

ચેઇન સ્નેચિંગના 3 ગુનાનો ભેદ ઉકેલાયો

સુરતથી 3 આરોપીઓની કરી ધરપકડ

ઝડપાયેલ આરોપીની અગાઉ 13 ગુનામાં સંડોવણી

બાઇકની નંબર પ્લેટ બદલી ગુનાને આપતા હતા અંજામ

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે સુરતના સાયણ સુગર રોડ પર દોરડા પાડી ચેઇન સ્નેચિંગના ગુનેગારોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓની ધરપકડ સાથે જ ભરૂચ જિલ્લામાં બનેલ ચેઇન સ્નેચિંગના ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો છે

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકની હદમાં ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપનાર આરોપીઓ સુરતના સાયણ રોડ પર રહે છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.પોલીસે દરોડા દરમ્યાન સુરતના સાયણ સુગર રોડ પર આવેલ ક્રિષ્ના કોમ્પલેક્ષમાં રહેતા ધવલ પારેખ અને સુરતના ભરથાણા ભૈરવ મંદિરની બાજુમાં રહેતા કહાનુચરણ બઘેઈની ધરપકડ કરવામાં આવી હતી.

બન્ને ઈસમોને ભરૂચ લાવી કડક પૂછતાછ  કરતા તેઓએ ચોરીના ગુનાની કબુલાત કરી હતી. આરોપીઓ બાઈકની નંબર પ્લેટ બદલી સુરતથી ભરૂચ આવતા હતા અને ભરૂચ અંકલેશ્વરમાં ઓછી ભીડભાડ વાળી જગ્યા પરથી જતી મહિલાઓને નિશાન બનાવી તેઓએ પહેરેલ ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગઈ જતા હતા.આરોપીઓએ ચેઇન સ્નેચિંગના ગુનામાં મેળવેલ સોનાના ઘરેણા અમદાવાદના મનીષ નામના આરોપીને વેચ્યા હતા અને તેમાંથી જે રૂપિયા મળતા હતા તેનો ભાગ પાડી લેતા હતા.

આ મામલામા પોલીસે ચોરીના સોનાના ઘરેણા ખરીદનાર આરોપી મનીષ સતાણી પણ ધરપકડ કરી છે. ઝડપાયેલ આરોપી ધવલ પારેખ અગાઉ ચોરી અને ચેઇન સ્નેચિંગના 13 ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. તો આ તરફ ક્રાઇમ બ્રાન્ચે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર એ ડિવિઝન,ભરૂચ એ ડિવિઝન અને ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ત્રણ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. પોલીસે આરોપી પાસેથી ગુનામાં વપરાયેલી બાઈક પણ કબજે કરી છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Latest Stories