New Update
/connect-gujarat/media/media_files/2025/02/08/HyEjIhbqTiEpT4cwo3sD.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝઘડિયાના નવા અવિધા ગામે જુગાર રમતા 3 આરોપીની કરી ધરપકડ, રૂ.35 હજારનો મુદ્દામાલ જપ્ત
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. એમ.એમ.રાઠોડ ટીમ સાથે રાજપારડી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળી હતી કે નવા અવિધા ગામની પાછળ આવેલ સીમમા ખુલ્લી જગ્યામાં બેસી કેટલાક ઇસમો પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમે છે જે બાતમીના આધારે નવા અવિધા ગામની સીમમાં દરોડા પાડતા રૂ. ૩૫,૩૬૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને ઝડપી પાડી એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે યોગેશભાઇ રાજેશભાઈ વસાવા રહે. રાજપારડી,નિલેશ વસાવા રહે.નવાપોરા અને રાકેશ ઉર્ફે લખો વસાવા રહે.નવા અવિધાની ધરપકડ કરી છે જ્યારે દેવા વસાવાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.