New Update
/connect-gujarat/media/media_files/2025/02/03/nQVSt462FxBSblreqTv7.png)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ એમ.એમ.રાઠોડની ટીમ રાજપારડી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે એક ઈસમ નંબર પ્લેટ વગરની શંકાસ્પદ કાળા કલરની બાઇક લઈને રાજપારડી તરફથી ઉમલ્લા તરફ જવાનો છે.
પોલીસે બાતમીના આધારે તેને ઝડપી પાડી તેની પાસેના બાઇકના બીલ પુરાવા રજુ કરવા જણાવતા તેને રજુ કર્યા ન હતા.પોલીસે આરોપી રણજીતભાઇ ઉર્ફે પિન્કો શનાભાઇ વસાવાની આકરી પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તેને પૈસાની જરૂર હોવાથી તેણે એક મહિના પહેલા ઝઘડિયા ત્રણ રસ્તા નજીકથી બાઇકની ચોરી કરી હતી.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Latest Stories