ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે ચંદન ચોરીના ગુનામાં 16 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ

ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના ચંદન ચોરીના ગુનામાં છેલ્લા 16 વર્ષથી ફરાર આરોપી  રાજુખાન નિશારખાન પઠાણ રહે, કલદરખેડા તા.બડીસાદડી પોસ્ટ, નિકમ્ભજી.ચિતોડગઢ (રાજસ્થાન) હાલ ભરૂચ રેલ્વે સ્ટેશન બહાર ફરી રહ્યો છે

New Update
cnhd
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સપેક્ટર આર.કે.ટોરાણીની ટીમને બાતમી મળી હતી કે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના ચંદન ચોરીના ગુનામાં છેલ્લા 16 વર્ષથી ફરાર આરોપી  રાજુખાન નિશારખાન પઠાણ રહે, કલદરખેડા તા.બડીસાદડી પોસ્ટ, નિકમ્ભજી.ચિતોડગઢ (રાજસ્થાન) હાલ ભરૂચ રેલ્વે સ્ટેશન બહાર ફરી રહ્યો છે જેના આધારે પોલીસે દરોડા પાડી આરોપીની ધરપકડ કરી હતી.આરોપી અન્ય ગુનાઓમાં પમ સંડોવાયેલ છે કે કેમ એ સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસ શરૂ કરી છે.
Latest Stories