New Update
/connect-gujarat/media/media_files/2025/02/15/Z5U0ZAzep8LynzhQK1EZ.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ નેત્રંગ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે નેત્રંગ પોલીસ મથકના પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી અવિનાશ હરીલાલ વસાવે હાલમાં મહારાષ્ટ્રના ખાપર ખાતે આવેલ કોરાઇ ફળીયામાં પોતાના ઘરે હાજર છે જેના આધારે પોલીસે ટીમ રવાના કરી આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેને નેત્રંગ પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. આરોપી છેલ્લા 8 મહિનાથી પ્રોહીબિશનના ગુનામાં ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.