New Update
/connect-gujarat/media/media_files/2025/06/03/ReHs8lbUe2AnpjIDGeVE.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને હ્યુમન સોર્સ આધારે બાતમી મળી હતી કે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૦૪ના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી ધરમસીંગ ગુરુબચ્ચસીંગ સીકલીગર મહારાષ્ટ્રના પરંતુર જાલના ખાતે રહે છે જેથી એલ.સી.બી. ટીમને તાત્કાલિક મહારાષ્ટ્રના જાલના ખાતે આરોપીની તપાસમાં મોકલવામાં આવી હતી અને તપાસમાં ગયેલ ટીમ દ્વારા જાલના ખાતે વોચ કરી છેલ્લા ૨૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી તેની પુછપરછ કરતા ગુનાની કબૂલાત કરી હતી.ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ભરૂચ તાલુકા પોલીસને સોંપ્યો છે.આરોપી ઘરફોડ સહિતના 10 ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે.
Latest Stories