ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે અમરેલીના ચલાલા પોલીસ મથકના દુષ્કર્મના ગુનાના આરોપીની કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.વાળાની સુચના અને માર્ગદર્શન મુજબ નાસતા ફરતા આરોપીઓની ડ્રાઇવ અનુસંધાને એલ.સી.બી.ની અલગ અલગ ટીમો બનાવી

New Update
aaa

ક્રાઇમ બ્રાન્ચે અમરેલીના ચલાલા પોલીસ મથકના દુષ્કર્મના ગુનાના આરોપીની કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.વાળાની સુચના અને માર્ગદર્શન મુજબ નાસતા ફરતા આરોપીઓની ડ્રાઇવ અનુસંધાને એલ.સી.બી.ની અલગ અલગ ટીમો બનાવી, હ્યુમન શોર્ષ અને ટેક્નિકલ સર્વેલન્સ આધારે આરોપીઓને ઝડપી પાડવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. 
આ દરમ્યાન બાતમી મળી હતી કે અમરેલી જિલ્લાના ચલાલા પોલીસ સ્ટેશનના દુષ્કર્મના ગુનાનો આરોપી અજય ગોવીંદભાઇ દાફડા ઉ.વ.૨૮ રહેવાસી સરંભડા ગામ તા.જિ.અમરેલી લકઝરી લઇ હાઇવે ઉપરથી પસાર થનાર છે જે આધારે એલ.સી.બી.ની ટીમ દ્વારા હાઇવે ઉપર વોચ તપાસમાં રહી આ દુષ્કર્મના આરોપીને નેશનલ હાઇવે ૪૮ ઉપર આવેલ હોટલ પ્રિન્સના કંપાઉન્ડમાંથી ઝડપી પાડી આગળની વધુ તપાસ માટે આરોપીનો કબ્જો ચલાલા પોલીસ સ્ટેશન જિ. અમરેલીને સોંપવામાં આવ્યો છે.
Latest Stories