ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ગુનામાં 21 વર્ષથી ફરાર સિકલીગર ગેંગના રીઢા સાગરીતની કરી ધરપકડ

આરોપીઓને ઝડપી પાડવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમની રચના કરી જરૂરી સુચના અને માર્ગદર્શન આપતા એલ.સી.બી ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સ આધારે વર્ક આઉટ હાથ ધરવામાં આવ્યું હતું.

New Update
aaa

ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ગુનામાં 21 વર્ષથી ફરાર સિકલીગર ગેંગના રીઢા સાગરીતની કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળા  દ્વારા ભરૂચ જિલ્લાની નાસતા ફરતા આરોપીઓની યાદીમાં સામેલ આરોપીઓને ઝડપી પાડવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમની રચના કરી જરૂરી સુચના અને માર્ગદર્શન આપતા એલ.સી.બી ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સ આધારે વર્ક આઉટ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમ્યાન પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.એ.તુવરની ટીમને હ્યુમન સોર્સ આધારે માહિતી મળી હતી કે ભરૂચ તાલુકા પોલીસ મથકના વર્ષ  2004ના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી રોશનસિંગ ચંપાસિંગ સીકલીગર બનાસકાંઠા જિલ્લાના વડગામમાં છે. જેથી એલ.સી.બી ટીમે તાત્કાલિક વડગામ ખાતે પહોંચી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સિકલીગર ગેંગનો રીઢો ગુનેગાર છે અને તેની વિરુદ્ધ વિવિધ પોલીસ મથકમાં 12 જેટલા ગુના નોંધાયા હોવાનું બહાર આવ્યું છે.ભરૂચ તાલુકા પોલીસ મથકના ચોરીના ગુનામાં આરોપી 21 વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
Latest Stories