New Update
/connect-gujarat/media/media_files/2025/01/27/eW8Akt0jkCpD6zrQNB4M.jpg)
ભરૂચ એલસીબીએ નંદેલાવ ગામની નવી નગરી પાછળ ખુલ્લામાં જુગાર રમતા પાંચ જુગારીયાઓને ૨૧ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીનો સ્ટાફ ભરૂચ શહેરમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નંદેલાવ ગામની નવી નગરી પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા થઇ જુગાર રમી રહ્યા છે.
જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા અને બે ફોન મળી કુલ ૨૧ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કસક પોલીસ ચોકીની પાછળ રહેતો જુગારી ઉસ્માન આદમ પટેલ,મહમંદ મુસ્તાક સૈયદ,સુનીલ ઉર્ફે રાકેશ વસાવા,રોહિત મુકેશ વસાવા અને દેવેન્દ્ર શાંતિલાલ વસાવાને ઝડપી પાડ્યો હતો.