ભરૂચ:ક્રાઇમ બ્રાન્ચે હવાલા કૌભાંડનો કર્યો પર્દાફાશ,રૂ.30.80 લાખની રોકડ સાથે બે આરોપીઓની ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી તેઓ પાસેથી રોકડા 30.80 લાખ અને બે ફોન તેમજ રીક્ષા મળી કુલ 32.86 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી

New Update
Bharuch Crime Branch
Advertisment
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે હવાલા કૌભાંડનો પર્દાફાશ કરી ભરૂચના ભૃગુઋષિ બ્રીજ નીચેથી રીક્ષામાંથી રૂ.30.80 લાખની રોકડ રકમ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
Advertisment
ભરૂચ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ ભરૂચ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તરફથી એક રિક્ષામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના નાણાનો જથ્થો લઈ ભરૂચ ભૃગુઋષિ બ્રીજ નીચેથી ટંકારીયા તરફ જવાના છે જે નાણાં હવાલાના  હોઇ શકે છે જેવી બાતમીના આધારે પોલીસે ભરૂચ ભૃગુઋષિ બ્રીજ નીચે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી રીક્ષા આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા..
તેમાંથી ભારતીય ચલણી નાણાની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા બે ઇસમોને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની સંલગ્ન કલમ મુજબ ગુનો નોંધી ભરૂચ તાલુકાના ટંકારીયા ગામમાં રહેતો હબીબ ઈબ્રાહીમ મનસુરી અને યાકુબ ઉર્ફે બાબુભાઇ ઈબ્રીહીમ ભોદુની ધરપકડ કરી તેઓ પાસેથી રોકડા 30.80 લાખ અને બે ફોન તેમજ રીક્ષા મળી કુલ 32.86 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી આરોગ્ય ક્યાંથી લાવ્યા હતા અને કોને પહોંચાડવાના હતા તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો શરૂ કર્યો છે..
Latest Stories