ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે જંબુસરમાં ચાલતા જુગારધામ પર પાડ્યા દરોડા, 5 જુગારીઓની ધરપકડ

જંબુસરના શનીયાવડ ફળીયાની ખુલ્લી જગ્યામાં  કેટલાક ઈસમો  જુગાર રમે છે જે મુજબની  બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા જુગાર રમતા 5 જુગારી ઝડપાઇ ગયા

New Update
Gambllers Arrest
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જંબુસર ડીવીઝન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે જંબુસર સ્વામિનારાયણ મંદિરની સામે આવેલ શનીયાવડ ફળીયાની ખુલ્લી જગ્યામાં  કેટલાક ઈસમો  જુગાર રમે છે જે મુજબની  બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા જુગાર રમતા 5 જુગારી ઝડપાઇ ગયા હતા.
પોલીસે અંબુભાઇ શિવાભાઇ રાઠોડ રહેવાસી, નવીનગરી જંબુસર તા.જંબુસર જિ.ભરૂચ,આસિફ યાસિન શેખ રહે., જલાલપુરા મસ્જિદ જંબુસર તા. જંબુસર જિ.ભરૂચ, સઈદભાઇ ઉર્ફે લોટાકી મુસ્તુફાભાઇ શેખ રહે, ખાનપુરી ભાગોળ જંબુસર તા. જંબુસર જિ. ભરૂચ, શબ્બીર ઈસ્માઈલ પટેલ રહેવાસી, નવીનગરી જંબુસર જિ. ભરૂચ અને કમલેશભાઇ લક્ષ્મનભાઈ વાઘેલા રહે, નવીનગરી સ્વામિનારાયણ મંદિરની સામે જંબુસરની ધરપકડ કરી હતી અને તેઓ પાસેથી રૂ.15,720નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ મામલામાં પોલીસે અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
Latest Stories