New Update
/connect-gujarat/media/media_files/2024/12/14/M5mAhSjQozsaW2HEYbHo.png)
ભરૂચથી આમોદ જતા રોડ ઉપર નવનિર્મિત અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બ્રિજ નીચેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે આરોપીઓને LCB પોલીસે ઝડપી પાડ્યા હતા.
ભરૂચ LCB પીએસઆઈ ડી.એ.તુવર તેમની ટીમ સાથે ખાનગી વાહનમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન માહિતી મળી હતી કે, એક ગ્રે કલરની મારૂતી અલ્ટો કાર નંબર GJ 15 CB 8387 માં વિદેશી દારૂ ભરી ભરૂચથી આમોદ તરફ જનાર છે. માહિતીના આધારે ટીમે ભરુચ થી આમોદ જતા રોડ ઉપર વોચ ગોઠવી હતી.પોલીસે તપાસ દરમ્યાન અમદાવાદ થી મુંબાઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બ્રીજ નીચેથી વિદેશી દારૂ ભરેલી મારૂતી અલ્ટો કાર ઝડપી પાડી હતી. જેમાંથી ભારતીય બનાવટની નાની-મોટી બોટલ તથા બીયર ટીન મળી કુલ બોટલ નંગ-270 કિંમત રૂપિયા 1,40,440 નો દારૂનો જથ્થો તથા મોબાઈલ નંગ-02 કી.રૂ.10 હજાર તેમજ એક કાર કિંમત રૂપિયા 1,00,000 મળી કુલ કી.રૂ.2,50,410 નો મુદ્દામાલ સાથે વલસાડના જગદીશ મનુભાઇ સોલંકી અને આમોદ નવીનગરીના જાવેદ અબ્દુલ પટેલને ઝડપી પાડ્યો હતો.જ્યારે જબુંસરના મયુર ઉર્ફે લાલો રાણાને વોન્ટેડ જાહેર કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories