ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે જંબુસર નજીકથી બિસ્કિટના પુઠ્ઠાની આડમાં લઇ જવાતો રૂ.25 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ભરૂચ એલસીબીએ બાતમીના આધારે આઇસર ટેમ્પોમાં તપાસ કરતા બિસ્કિટના કવરિંગ કરેલ પુઠ્ઠાની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 7200 નંગ બોટલ મળી આવી...।

New Update
daru
ભરૂચ એલસીબીએ આમોદ-મગણાદ રોડ ઉપર હોટેલ ક્રિષ્ના કાઠિયાવાડીના કમ્પાઉન્ડમાં બિસ્કિટના પુઠ્ઠાની આડમાં સંતાડેલ વિદેશી દારૂ મળી 39.30 લાખના મુદ્દામાલ સહિત 6 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા
ભરૂચ એલસીબીનો સ્ટાફ જંબુસર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જંબુસરના ઉબેર ગામનો બુટલેગર કિરણસિંહ ગેમલસિંહ ચૌહાણ આમોદ-મગણાદ રોડ ઉપર હોટેલ ક્રિષ્ના કાઠિયાવાડીના કમ્પાઉન્ડમાં એક ગાડી તેમજ આઇસર ટેમ્પો સાથે અન્ય પાંચ માણસો સાથે શંકાસ્પદ રીતે ઉભેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસે આઇસર ટેમ્પો તપાસ કરતા બિસ્કિટના કવરિંગ કરેલ પુઠ્ઠાની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 7200 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 25.64 લાખનો દારૂ અને 10 લાખનો ટેમ્પો સહિત 39.30 લાખના મુદ્દામાલ સાથે કિરણસિંહ ચૌહાણ સહિત 6 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા જ્યારે વિદેશી દારૂ આપનાર અને અન્ય મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા હતા.
Latest Stories