New Update
-
ભરૂચના લીંક રોડ પર ચાલી રહી છે કથા
-
શ્રી શિવમહાપુરાણ કથાનું કરાયુ છે આયોજન
-
કથામાં સ્ફટિક ચિંતામણી શિવલિંગ દર્શનાર્થે મુકાયું
-
કૈલાશ ગુરુકુલમ ખાતે સ્થાપિત થશે શિવલિંગ
-
ભક્તોએ દર્શનનો લીધો લહાવો
ભરૂચના લિંક રોડ પર આવેલ સંતોષી માતાના મંદિર નજીક ચાલી રહેલ શ્રી શિવ મહાપુરાણ કથામાં ડાકોર નજીક આવેલ કૈલાશ ગુરુકુલમ ખાતે સ્થાપિત થનાર સ્ફટિક ચિંતામણી શિવલિંગ ભક્તોના દર્શનાર્થે મૂકવામાં આવ્યું હતું
ભરૂચ શહેરને આંગણે તા.19 નવેમ્બર સુધી દરરોજ બપોરના 2:30 થી 5:30 કલાક સુધી લિંક રોડ પર આવેલ સંતોષી માતાના મંદિર પાસે ચાલી રહેલ શ્રી શિવ મહાપુરાણની કથામાં કથાકાર ભ્રુગેશ જોષીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌ પ્રથમવાર ડાકોર પાસે આવેલાં કૈલાશ ગુરુકુલમમાં સૌથી મોટા સ્ફટિક ચિંતામણી શિવલિંગ સ્થાપના કરવામાં આવશે.આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સ્ફટિક ચિંતામણી શિવલિંગની ૩૧ કિલો ચાંદીની થાળામાં મુકવામાં આવશે. આગમી તા.19 ને મંગળવારના રોજ એટલે કે કથાના અંતિમ દિવસે સવારના 10 થી 12 વાગ્યા સુધી આ સ્ફટિક ચિંતામણી શિવલિંગ પર ગંગા જળ, નર્મદા જળ અને સવામણ દૂધનો અભિષેક કરવામાં આવશે જેનો પણ શિવભક્તોને લાભ લેવા માટે અનુરોધ કરવામાં આshivવ્યો હતો
Latest Stories