ભરૂચ: ATM ફ્રોડ કરતી આંતરરાજય ગેંગના 4 સાગરીતોની દહેજ પોલીસે કરી ધરપકડ

એ.ટી.એમ. ફ્રોડ કરતી આંતરરાજ્ય ગેંગના ચાર  સાગરીતોને ભરૂચની દહેજ પોલીસે ઝડપી પાડી રૂ.એક લાખ થી વધુના મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.

New Update
Dahej Police Accused Arrest

એ.ટી.એમ. ફ્રોડ કરતી આંતરરાજ્ય ગેંગના ચાર  સાગરીતોને ભરૂચની દહેજ પોલીસે ઝડપી પાડી રૂ.એક લાખ થી વધુના મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisment
ભરૂચના  દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દહેજ ગામના એક્સીસ બેંકના એ.ટી.એમ.ની અંદરથી ફરીયાદીની નજર ચુકવી તેનુ એ.ટી.એમ. કાર્ડ ચોરી કરી તેની જગ્યાએ બીજુ એ.ટી.એમ. કાર્ડ આપી  એ.ટી.એમ. કાર્ડથી પૈસા ઉપાડી લઈ ગુનો આચરનાર ઇસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ભરુચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સએ સૂચના આપેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સી.કે.પટેલ ના માર્ગદર્શન મુજબ, દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મિલ્કત સંબધી અને શરીર સંબધી ગુનાઓ અટકાવવા અને વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી.ઝાલા ની સુચનાના આધારે સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. 
જેમાં બનાવ વાળી જગ્યાની આજુબાજુના તેમજ રોડ પરના અલગ-અલગ જગ્યાના સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરી તથા ટેકનીકલ અને હ્યુમન સોર્સીસ આધારે મળેલ માહીતીના  આધારે આ ગુનાના આરોપીઓને દહેજના સરસ્વતી નાળા પાસેથી ઝડપી પાડી આરોપીઓએ ઉપયોગમાં લીધેલ બે મોટર સાયકલ તથા ચાર મોબાઈલ તેમજ રોકડા રૂપીયા-8000/-  મળી કુલ રૂ.1,18,000,/- ના મુદ્દામાલ કબ્જે કરી શુભમ ઉર્ફે અંશુ  તિવારી  રહે.હાલ.રામનગર જલાલપુર પોલીસ ચોકી પાસે જી.નવસારી મુળ રહે.ચકટોડર તા.ગ્યાનપુર જી.ભદોહી (ઉત્તરપ્રદેશ)  નિતીનસિંહ ,રહે હાલ ગંગાધર ચોકડી કારેલીબાગ ૧૩૧ શિવમ રેસીડેન્સી તા.પલસાણા જી.સુરત મુળ રહે.નવેરી જલાલપુર બજાર થાણા.આંબેડકરનગર જી.અયોધ્યા (ઉત્તરપ્રદેશ),નિલેશ ઉર્ફે રજ્જુ  તિવારી, રહે.હાલ.રામનગર જલાલપુર પોલીસ ચોકી પાસે જી.નવસારી મુળ રહે.ચકટોડર તા.ગ્યાનપુર જી.ભદોહી (ઉત્તરપ્રદેશ) તેમજ  આકાશસિંગ  હાલ રહે.રામનગર સોસા.જલાલપુર પોલીસ ચોકી પાસે જી.નવસારી મુળ રહે.જોગીનકા પોસ્ટ.ગોપીગંજ જી.ભદોહી (ઉત્તરપ્રદેશ)ની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. દહેજ પોલીસના હાથે ઝડપાયેલ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.વિવિધ પોલીસ મથકોમાં તેઓ સામે કેસ નોંધાયેલા છે..
Advertisment
Latest Stories