ભરૂચ : ધુળેટી પર્વની ઉજવણી સાથે નર્મદા નદીમાં જોખમી સ્નાન,તંત્ર દ્વારા ત્વરિત એક્શન લેવાય તે માટે ઉઠી માંગ

ભરૂચ જિલ્લાભરમાં રંગોત્સવની શાંતિમય અને હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી છે,ત્યારે અંકલેશ્વર દક્ષિણ છેડાના નર્મદામૈયા બ્રિજ નીચે આવેલા કોવિડ સ્મશાનના નદી

New Update

ઘૂળેટી પર્વની ઉજવણીમાં જોખમી સ્નાન

નર્મદા નદીના પાણીમાં સ્નાન માટે ઉમટતા લોકો

ઉંડા પાણીમાં જોખમી સ્નાનનો આનંદ લઇ રહ્યા છે લોકો

કિનારાથી દૂર નદીમાં સ્નાન કરવું છે જોખમી

પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ઉઠી માંગ  

ભરૂચ જિલ્લાભરમાં રંગોત્સવની શાંતિમય અને હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી છે,ત્યારે અંકલેશ્વર દક્ષિણ છેડાના નર્મદામૈયા બ્રિજ નીચે આવેલા કોવિડ સ્મશાનના નદી કિનારે નદીમાં ન્હાવા માટે લોકો ઉમટી રહ્યા છે.જે તંત્ર માટે ચિંતાનું કારણ બની શકે છે. નદીના પાણી ઉંડા છે ત્યારે ન્હાવા માટે આવતા લોકો પાણીની તાસીર જાણ્યા વગર નદી કિનારાથી દૂર સુધી જોખમી સ્નાન કરીને આનંદ મેળવી રહ્યા છે. જોકે આ સ્નાન તેમના માટે જોખમરૂપ સાબિત થઇ શકે છે.અને સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.જોખમી સ્નાન સામે તંત્ર દ્વારા ત્વરિત પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકો નદીમાં જોખમી સ્નાન ન કરે તે માટે પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Latest Stories