ભરૂચ:શુકલતીર્થ ગામે નર્મદા નદીમાં નાહવા પડેલા યુવાનનું મોત,પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચ તાલુકાના શુકલતીર્થ મેળામાં  સુરતના ગોડાદરા ગામનો સચિન નામનો યુવાન આવ્યો હતો તે મેળામાં આવેલા તંબુ ચકડોળ સહિતના સ્થળે છૂટક મજૂરી કરતો હતો

New Update
dead
Advertisment
ભરૂચ તાલુકાના શુકલતીર્થ મેળામાં  સુરતના ગોડાદરા ગામનો સચિન નામનો યુવાન આવ્યો હતો તે મેળામાં આવેલા તંબુ ચકડોળ સહિતના સ્થળે છૂટક મજૂરી કરતો હતો ગઈકાલે બપોરના સમયે તે તેના મિત્રો સાથે શુકલતીર્થ ગામે નર્મદા કિનારે નાહવા માટે ગયો હતો .
Advertisment
તેના મિત્રોએ સ્નાન કર્યા બાદ જતા રહ્યા હતા મોડે સુધી સચિન પરત આવ્યો ન હતો જો કે ત્યાર બાદ તેનો મૃતદેહ નદીમાં તરતો મળી આવ્યો હતો.યુવાનના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.બનાવની તપાસ પોલીસ ચલાવી રહી છે
Latest Stories