New Update
ભરૂચનો ચકચારી મામલો
10 વર્ષની બાળકી સાથે રેપ વીથ મર્ડર
નરાધમ આરોપીને ફાંસીની સજાની માંગ
બિરસા મુંડા બ્રિગેડ દ્વારા કલેકટરને રજુઆત
મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા
ભરૂચમાં 10 વર્ષની બાળકી સાથે રેપ વીથ મર્ડરના કેસમાં આરોપીને ફાંસીની સજાની માંગ સાથે બિરસા મુંડા બ્રિગેડ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી ગુજરાતમાં અને ભારત દેશમાં બળાત્કારના કિસ્સાઓ દિન પ્રતિ દિન વધી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ ભરુચ જિલ્લામાં એક દસ વર્ષની માસુમ બાળા સાથે નરાધમ દ્વારા પાશવી બળાત્કાર ગુજારનાર વિજય પાસવાન સામે દેશભરમાં ફિટકાર વરસાવી રહ્યા છે.
ત્યારે ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર અંકલેશ્વર તથા ભરૂચ તાલુકાના આદિવાસી સંગઠનો દ્વારા ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડના નેજા હેઠળ આવેદનપત્ર આપી બળાત્કારીને સખ્તમાં સખત સજા કરી ફાંસીના માંચડે લટકાવવાની માંગ કરવામાં આવી છે.