New Update
ભરૂચમાં યોજાયું વિરોધ પ્રદર્શન
મુલદ ટોલ પ્લાઝા પર વિરોધ પ્રદર્શન યોજાયું
સ્થાનિક ખાનગી બસ ચાલકોએ નોંધાવ્યો વિરોધ
ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ
વિરોધ પ્રદર્શનના પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો
ભરૂચમાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા મૂલદ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકો પાસે પણ ટોલ વસુલતો હોવાના આક્ષેપ સાથે સ્થાનિક ટ્રાન્સપોર્ટરો ટોલ બુથ પર વાહનો ખડકી દઇ વિરોધ પ્રદર્શન કર્યું હતું
ભરૂચન નર્મદા નદી પર 2017માં કેબલ બ્રિજના નિર્માણ બાદ 8 મહિના પછી ટોલ લેવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં તે સમયે ભરૂચના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુકિત આપવામાં આવી હતી પરંતુ ફાસ્ટટેગ આવ્યાં બાદ ભરૂચના સ્થાનિક વાહનોનો ટોલ ઓટોમેટીક કપાઈ જતો હતો.આ સમસ્યાના નિરાકરણ માટે ટોલનાકાના છેલ્લા ભાગમાં ભરૂચના વાહનો માટે અલગથી લેન બનાવવામાં આવી હતી પરંતુ આ લેનમાં પણ ફાસ્ટટેગ લગાવી દેતાં આ લેનમાંથી પસાર થતાં વાહનોનો ટોલ કપાઈ જતો હોવાથી તે સમયે પણ સ્થાનિકોએ હોબાળો મચાવી વિરોધ નોધાવ્યો હતો પરતું હજીય ભરૂચ જિલ્લાની અલગ અલગ કંપનીઓમાં કામદારોને લાવવા લઈ જવા માટે લોકલ ટ્રાન્સપોર્ટની લક્ઝરીઓ અવરજવર કરે છે ત્યારે તેમની પાસેથી પણ રોજનો ટોલ વસુલાત કરાતો હોવાના આક્ષેપ સાથે આજ રોજ સ્થાનિક ટ્રાન્સપોર્ટના સંચાલકોએ મુલદ ટોલ પ્લાઝા પર લકઝરી ખડકી દઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ટોલ બુઠમાં જ લકઝરી ઉભી કરી દેવાતા નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેના પગલે પોલીસ કાફલો પહોંચ્યો હતો અને વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો
Latest Stories