ભરૂચ: બિસ્માર માર્ગોના 15 દિવસમાં સમારકામની માંગ, સામાજિક આગેવાનો અન્ન-જળ ત્યાગની ઉચ્ચારી ચીમકી

ભરૂચના સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખીને 15 દિવસમાં સમારકામ શરૂ ન થાય તો જળ અને અન્નનો ત્યાગ કરીને પ્રતિક ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી છે.

New Update
  • ભરૂચ નજીકના મોટાભાગના માર્ગો બિસ્માર

  • બિસ્માર માર્ગોના પગલે લોકોને હાલાકી

  • ખખડધજ ઓવરબ્રિજ જીવલેણ

  • સામાજિક કાર્યકરની માંગ

  • 15 દિવસમાં માર્ગોના સમારકામની માંગ

ભરૂચ-વડોદરા હાઈવેના સમારકામ માટે 15 દિવસનું અલ્ટિમેટમ આપી સામાજિક કાર્યકરે અન્ન જળ ત્યાગ કરી ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે. ભરૂચથી વડોદરા તરફ જતાં NH-48 પર ખરાબ રસ્તાઓ અને બિસ્માર પુલોના સમારકામના પગલે વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભરૂચના સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખીને 15 દિવસમાં સમારકામ શરૂ ન થાય તો જળ અને અન્નનો ત્યાગ કરીને પ્રતિક ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી છે.
લાંબા સમયથી આ માર્ગ પર ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત, ભરૂચ જિલ્લાના માંચ ગામ, વડોદરા જિલ્લાના પોર, અને જાંબુવા તથા બામણગામ જેવા વિસ્તારોમાં આવેલા પુલોની હાલત પણ અત્યંત ખરાબ છે. આ પુલો જોખમી બન્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી જેને લઈ સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટ દ્વારા રોષ વ્યકત કરવામાં આવ્યો છે.
જો આગામી 15 દિવસમાં આ રસ્તાઓ અને પુલોનું સમારકામ શરૂ નહીં થાય તો તેઓ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી અથવા ગાંધીનગર ખાતેની NHAIની કચેરી સામે પ્રતિક ઉપવાસની ચીમકી ઉચ્ચારવામા આવી છે.
Latest Stories