ભરૂચ: અનુસૂચિત જાતિ-જનજાતિ અને પછાત વર્ગને આવાસ યોજનાનો લાભ આપવા માંગ, કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

ભરૂચ જિલ્લામાં અનુસૂચિત જાતિ-જનજાતિ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને મફત પ્લોટ તથા આવાસ યોજનાનો લાભ મળે તે માગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • આદિવાસી સમાજ દ્વારા કરાય રજુઆત

  • પછાત વર્ગને આવાસ યોજનાનો લાભ આપવા માંગ

  • 30 કી.મી.ની પદયાત્રા પણ યોજાય

  • મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા

ભરૂચ જિલ્લામાં અનુસૂચિત જાતિ-જનજાતિ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને મફત પ્લોટ તથા આવાસ યોજનાનો લાભ મળે તે માગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લામાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પરિવારોને ગુજરાત સરકારની 100 વારના મફત પ્લોટ યોજના તેમજ સરકારની આવાસ યોજનાનો લાભ મળે તે માંગ સાથે પદયાત્રા યોજાઈ હતી.સમાજના આગેવાન રઘુવરસિંહ ચૌહાણ અને વિવેક ભરત વસાવાની આગેવાની હેઠળ કેલોદ મંદિરથી કલેકટર કચેરી સુધી અંદાજે 30 કિ.મી.ની પદયાત્રા યોજી ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું.રાજ્ય સરકારે આ મામલે ગંભીરતાથી વિચારણા કરી ગરીબ-પછાત વર્ગના પ્લોટ વિહોણા પરિવારોને ન્યાય આપવો જોઈએ જેથી ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ગરીબ વર્ગોને પોતાનું મકાન બાંધવાની તક મળી રહે.
Latest Stories