ભરૂચ: DGVCL દ્વારા વિદ્યુત સહાયકની ભરતી માટે પોલ ટેસ્ટ તેમજ ઇન્ટરવ્યૂની પ્રક્રિયા યોજાય

દક્ષિણ ગુજરાત વીજ કંપની ભરૂચ સર્કલ દ્વારા વિદ્યુત સહાયક માટેના પોલ ટેસ્ટ તેમજ ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર રાજ્યમાંથી ઉમેદવારો ઉમટી પડ્યા હતા

New Update
  • ભરૂચ DGVCL દ્વારા કરવામાં આવ્યું આયોજન

  • વિદ્યુત સહાયકની કરવામાં આવશે ભરતી

  • પોલ ટેસ્ટ તેમજ ઇન્ટરવ્યૂની પ્રક્રિયા યોજાય

  • સમગ્ર રાજ્યમાંથી 863 ઉમેદવારો રહ્યા હાજર

  • વીજ કંપનીના 130 કર્મચારીઓ જોડાયા

દક્ષિણ ગુજરાત વીજ કંપની ભરૂચ સર્કલ દ્વારા વિદ્યુત સહાયક માટેના પોલ ટેસ્ટ તેમજ ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર રાજ્યમાંથી ઉમેદવારો ઉમટી પડ્યા હતા

દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત ડીજીવીસીએલના ભરૂચ સર્કલ દ્વારા વિદ્યુત સહાયક-વિદ્યુત ઇલેક્ટ્રિશિયન આસી. માટેના પોલ ટેસ્ટ તેમજ ઇન્ટરવ્યૂનું શહેરના મકતમપુર વિસ્તારમાં આવેલ વીજ કંપનીની કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાના 863 ઉમેદવારો હાજર રહ્યા હતા.આ ભરતી પ્રક્રિયામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના 130 કર્મચારીઓ જોડાયા હતા જેમાં 20 ટીમ ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે, 3 ટીમ રજીસ્ટ્રેશન માટે અને 5 ટીમ ટેકનિકલ કામગીરી માટે હાજર કરવામાં આવી હતી. આ ઉપરાંત આ પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો પણ તૈનાત રાખવામાં આવ્યો હતો સાથે જ મેડિકલની ટીમ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.
Read the Next Article

ભરૂચ:JB મોદી પાર્ક નજીક રહેણાંક વિસ્તારમાં ટેગ્રોસ કંપની દ્વારા ઇન્ડસ્ટ્રીયલ કોલસાનો નિકાલ કરાયો હોવાનો ખુલાસો

શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલી બેગ ઝડપાવવાના મામલામાં દહેજની ટેગ્રોસ કંપનીનું નામ બહાર આવ્યું છે અને બેગમાં ઇન્ડસ્ટ્રીયલ કોલસો હોવાનો પણ ખુલાસો થયો

New Update
  • ભરૂચના જે.બી.મોદી પાર્ક નજીકનો બનાવ

  • શંકાસ્પદ કેમિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો

  • દહેજની ટેગ્રોસ કંપનીનું નામ બહાર આવ્યું

  • બેગમાં ઇન્ડસ્ટ્રીયલ કોલસાનો નિકાલ કરાયો

ભરૂચના જે.બી. મોદી પાર્ક નજીક રહેણાંક વિસ્તારમાંથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલી બેગ ઝડપાવવાના મામલામાં દહેજની ટેગ્રોસ કંપનીનું નામ બહાર આવ્યું છે અને બેગમાં ઇન્ડસ્ટ્રીયલ કોલસો હોવાનો પણ ખુલાસો થયો છે.
ભરૂચના જે.બી.મોદી પાર્ક નજીક રહેણાંક વિસ્તારમાંથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો.આ અંગેની જાણ સ્થાનિકોએ નગર સેવા સદનમાં કરતા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ અને તેમની ટીમે ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું.આ અંગેનો ઉહાપોહ મચ્યા બાદ શંકાસ્પદ કેમિકલ વેસ્ટનો નિકાલ કરનાર દહેજની ટેગ્રોસ કંપનીનો સુપરવાઇઝર તેને ઉઠાવવા માટે પહોંચતા નગરપાલિકાની ટીમે તેને ઝડપી પાડ્યો હતો અને કંપની વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
જે.બી.મોદી પાર્ક નજીક પડેલી બેગમાં ઇન્ડસ્ટ્રીયલ કોલસાના સેમ્પલ હોવાનું બહાર આવ્યું છે.આ મામલામાં જીપીસીબી દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.ટ્રેગ્રોસ કંપની દ્વારા કોલસાના નિકાલ માટે અન્ય કંપનીને કામ સોંપવામાં આવ્યું હતું તેના દ્વારા આ રીતે નિકાલ કરાયો હોવાનું ખુલ્યું છે.