-
દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી
-
દહેજ બાયપાસ રોડ પર આવેલ માંગલ્ય રેસિડન્સીની ઘટના
-
DGVCLએ મકાન માલિકને રૂ. 2.77 લાખનું વીજ બિલ આપ્યું
-
વીજ કર્મીઓને કામગીરીમાં તકેદારી રાખવા લોકોની વિનંતી
-
વીજ કંપનીએ ભૂલ સ્વીકારી ગ્રાહકને નવું વીજ બિલ આપ્યું
ભરૂચમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં દહેજ બાયપાસ રોડ પર આવેલ માંગલ્ય રેસિડન્સીના એક મકાન માલિકને રૂ. 2.77 લાખનું વીજ બિલ મળતા 440 વોટનો ઝટકો લાગ્યો છે.
ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ પર આવેલ માંગલ્ય રેસીડેન્સી સોસાયટીના મકાન નં. C-403 માં રહેતા શુભમ પટેલ રહે છે. પરતું હાલમાં તેઓને વીજ કંપનીની બેદરકારીના કારણે 440 વોટનો ઝટકો લાગ્યો છે. જીહા, તેઓનું દર મહિને સરેરાશ 5 હજાર રૂપિયા જેટલું વીજ બિલ આવે છે. પરતું હાલનું વીજ બિલ જોઈને તેઓ ચોંકી ઉઠ્યા છે.
જેમાં ભરૂચ DGVCL કંપની દ્વારા તેઓને રૂ. 2.77 લાખનું બિલ આપવામાં આવ્યું છે. જેના કારણે તેઓ ચિંતામાં મુકાઈ ગયા હતા. આ મામલે તેમના વિસ્તારના લોકોએ એકત્રને થઈને વીજ કંપનીના કર્મીઓને તેમની કામગીરી દરમિયાન તકેદારી રાખીને બરાબર મીટર રીડિંગ કરવા વિનંતી કરી હતી. જોકે, બાદમાં વીજ કંપનીએ પોતાની ભૂલ પણ સ્વીકારી નવું વીજ બિલ જનરેટ કરી આપવામાં આવ્યું હતું.