New Update
-
આજે તારીખ 14મી નવેમ્બર
-
વર્લ્ડ ડાયાબીટીસ ડે
-
યોગ બોર્ડ દ્વારા કરાયુ આયોજન
-
GNFC ખાતે ડાયાબીટીસ ચેકઅપ કેમ્પ યોજાયો
-
દર્દીઓએ લાભ લીધો
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચમાં ડાયાબિટીસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો દર્દીઓએ લાભ લીધો હતો
14 મી નવેમ્બર એટલે વિશ્વ ડાયાબિટીસ દિવસ આ દિવસે સર હેડરીક બેન્ટિંગ અને ચારલેશ બેસ્ટ મળીને દુનિયાને ઇન્સ્યુલિનની શોધ કરી આપી હતી માટે આ દિવસ વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ભરૂચમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જીએનએફસી S&R ક્લબમાં વર્લ્ડ ડાયાબીટીસ ડે નિમિત્તે ડાયાબીટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો દર્દીઓએ લાભ લીધો હતો.આ કેમ્પમાં મેડિકલ ઓફિસર અશોક પ્રભાત અને તેમની ટીમે સેવા આપી હતી.આ કેમ્પ 14થી 28 નવેમ્બર સુધી ચાલશે.સદર કાર્યક્રમમાં DSDO રાજનસિંહ ગોહિલ ,S&R ક્લબના પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર પંકજ પુરોહિત, પિયુષ માંકડ , યાકેશ પ્રજાપતિ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમનું સંકલન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોર્ડીનેટર ભાવિની ઠાકર અને યોગ ટ્રેનરની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું
Latest Stories