ભરૂચ: ન.પા.એ કર્યું બુદ્ધિનું પ્રદર્શન? ધગધગતી ગરમીમાં રોડ પર ડામર પાઠર્યો !

બપોરના સમયે મુખ્ય માર્ગ પર ડામર પાથરવામાં આવતા ગરમીના કારણે તે પીગળી રહ્યો છે જેના કારણે વાહનો સ્લીપ થવાના અને રાહદારીઓના પગમાં ડામર ચોટવાના અનેક બનાવો બન્યા

author-image
By Connect Gujarat Desk
New Update
  • ભરૂચ નગર સેવા સદનની બેદરકારી

  • ગરમીમાં રોડ પર ડામર પાથર્યું

  • ગરમીના કારણે ડામર પીગળી ગયું

  • લોકોના ચપ્પલ સાથે ડામર ચોંટ્યુ

  • વાહનો સ્લીપ થવાના પણ બન્યા બનાવ

ભરૂચ શહેરના મુખ્ય માર્ગ પર આગ ઝડપી ગરમી વચ્ચે તંત્ર દ્વારા ડામર પાથરવાની કામગીરી કરવામાં આવતા ડામર પીગળી ગયું હતું જેના કારણે વાહનો સ્લીપ થવા સહિતની અનેક ઘટનાઓ બની હતી
ભરૂચના મુખ્ય માર્ગો  સ્ટેશન રોડથી પાંચબત્તી, અને આસપાસ ના રસ્તાઓ પર ધગ ધગતી ગરમીમાં ભર ઉનાળે ડામર પાથરવાનું અજ્ઞાન કે ષડયંત્ર  જે કહો  એ પણ એમ રાહદારીઓ અને વાહનચાલકો માટે ભર ઉનાળે આફત લઈ ને આવ્યો છે. આ કામ રાત્રે ઠંડકમાં અને એ પણ જયારે મુખ્ય માર્ગ ખરેખર બન્યો હોય ત્યારે ઠંડકની સીઝનમાં જ પાથરવો જોઈએ, અને પછી રેતી નાખવી જોઈએ કે ભર ઉનાળે અને બપોરે તેવા પ્રશ્નો લોક મુખે ચર્ચાઈ રહ્યા છે. 
બપોરના સમયે મુખ્ય માર્ગ પર ડામર પાથરવામાં આવતા ગરમીના કારણે તે પીગળી રહ્યો છે જેના કારણે વાહનો સ્લીપ થવાના અને રાહદારીઓના પગમાં ડામર ચોટવાના અનેક બનાવો બન્યા છે ત્યારે નગર સેવા સદન દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરાયું હોવાનો મત રજૂ કરવામાં આવી રહ્યો છે.
Read the Next Article

અંકલેશ્વર: રામકુંડ ખાતે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરાયુ

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

New Update
MixCollage-08-Jul-2025-08-38-PM-8313

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે.

જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં સંતોને પ્રસાદી જમાડીતેઓને ભેટ સ્વરૂપે છત્રી આપવામાં આવી હતી. આ ભંડારાનો 350થી વધુ સાધુ સંતોએ લાભ લીધો હતો.