ભરૂચ જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે પવિત્ર પર્વ રક્ષાબંધન પર્વની ઉજવણી

ભરૂચ જિલ્લાભરમાં ભાઈ બહેનના પ્રેમ રૂપી પવિત્ર તહેવાર રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

New Update

ભરૂચ જિલ્લાભરમાં ભાઈ બહેનના પ્રેમ રૂપી પવિત્ર તહેવાર રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાભરમાં ભાઈ બહેનના પાવન પ્રેમ ના પર્વ રક્ષાબંધનની ભરૂચ શહેર જિલ્લામાં શ્રધ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભાઈ બહેનની લાગણીના ઝરણાને વહેતું રાખનાર તહેવાર રક્ષાબંધન પર્વ નિમિત્તે સુખી અને સમૃદ્ધ જીવનની શુભેચ્છાઓ સાથે બહેનોએ  કુમકુમ તિલક કરી,આરતી ઉતારી ભાઇના હાથે રક્ષાસૂત્ર રૂપી રાખડી બાંધી હતી. ભાઈએ પણ બહેન ને હર સંકટમાં તેની સાથે રહી તેની રક્ષા કરવાનું વચન સાથે ભેટ આપી હતી.
તો બીજી તરફ અંકલેશ્વરમાં પણ રક્ષાબંધન પર્વ નિમિત્તે ભાઇની કલાઈ પર બહેને રક્ષાસૂત્ર બાંધીને તહેવારની ઉજવણી કરી હતી, ભાઈની સુરક્ષા માટે બહેને ભાઈને રાખડી બાંધી હતી,તો ભાઈએ પણ બહેનને ભેટ આપીને બહેનની રક્ષાનું વચન આપ્યું હતું.
Latest Stories