-
પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂની પુણ્યતિથિ
-
દેશના પ્રથમ વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરૂ
-
હૃદયરોગના હુમલાથી નહેરૂનું થયું હતું નિધન
-
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ પાઠવી શ્રદ્ધાંજલિ
-
કોંગ્રેસ કાર્યાલય ખાતે નહેરૂની તસવીરને પુષ્પાંજલિ અર્પી
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ જવાહરલાલ નહેરૂની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પંડિત જવાહરલાલ નહેરૂ આઝાદી બાદ તેવો ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા.બાળકો તેમને ખુબ જ પ્રિય હતા.તેથી તેમના જન્મદિનને ચિલ્ડ્રન ડે તરીકે પણ ઉજવવામાં આવે છે.સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂનું 27 મે 1964ના રોજ હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું.
પંડિત જવાહરલાલ નહેરૂની યાદમાં તેમની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,નગરપાલિકા વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ,ઝુબેર પટેલ,અરવિંદ દોરાવાલા સહિતના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.