ભરૂચ જિલ્લા કક્ષાના આદિવાસી દિવસની રાજપારડી ખાતે ઉજવણી, વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાની ઉપસ્થિતિ

ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

New Update

ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ જિલ્લા કક્ષાના આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાજિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરીયાજિલ્લા પંચાયત પ્રમુખઝઘડિયા ભાજપા અગ્રણીઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખનેત્રંગ તાલુકા પંચાયતરાજપારડી સરપંચઝઘડિયા પ્રાન્ત અધિકારીમામલતદારજિલ્લા વિકાસ અધિકારી સહિત તાલુકા જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઝલક દેખાડતા લોકનૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અગ્રણીઓ દ્વારા પ્રાસંગિક વકતવ્યોમાં આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવી તેજ આદિવાસી દિવસની સાચી ઉજવણીએમ જણાવીને પર્વતોની ડુંગરમાળામાં પાંગરેલી આદિવાસી સંસ્કૃતિને ધબકતી રાખવા અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ વિવિધ શૈક્ષણિક સુવિધાઓ અને શિષ્યવૃત્તિનો લાભ  આદિવાસી વિદ્યાર્થીઓ લઇ રહ્યા હોવાની વાત રજૂ કરવામાં આવી હતી. જેમાં આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી હોવાનું જણાવાયું હતું. આજે આદિવાસી વિધ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે રાજ્યમાં મોટી સંખ્યામાં શાળાઓ અને કોલેજોનું નિર્માણ કરવામાં આવ્યું છેઅને રાજ્યમાં હજારો આદિવાસી પરિવારોને જમીનના હક મળ્યા છે. આ પ્રસંગે પ્રગતિશીલ આદિવાસી ખેડૂતોરમતવીરો તેમજ શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતાજ્યારે સાબરકાંઠા ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ રાજ્ય કક્ષાના આદિવાસી દિવસની ઉજવણીનું જીવંત પ્રસારણ સહુએ નિહાળ્યું હતું.

#World Adivasi Divas #CGNews #Adivasi divas #Gujarat #Bharuch #celebration
Here are a few more articles:
Read the Next Article