ભરૂચ: જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની હાંસોટ ખાતે કરાશે ઉજવણી

સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી હાંસોટ મુકામે થનાર છે.  આ બેઠકમાં કલેક્ટરે સંલગ્ન અધિકારીઓને કાર્યક્રમને સુપેરે પાર પાડવા સૂચના અને જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડ્યું

Independent Day Celebration
New Update
ભરૂચ  જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના  અધ્યક્ષસ્થાને સ્વતંત્રતા પર્વ નિમિત્તે જિલ્લાકક્ષાના કાર્યક્રમના સુચારૂં આયોજન માટે કલેક્ટર કચેરી ખાતેના સભાખંડમાં અધિકારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી હાંસોટ મુકામે થનાર છે.  આ બેઠકમાં કલેક્ટરે સંલગ્ન અધિકારીઓને કાર્યક્રમને સુપેરે પાર પાડવા સૂચના અને જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું. 
બેઠકમાં તેઓએ ૧૫ ઓગસ્ટના રોજ મુખ્ય કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે તબક્કાવાર આયોજનો હાથ ધરવા સૂચન કર્યુ હતું. તેમજ તેમણે તમામ વિભાગોને રાષ્ટ્ર પર્વની ઉજવણીના અવસરને શાનદાર બનાવવા તાકીદ કરી હતી.
રાષ્ટ્રીય પર્વની ઉજવણી ઉત્સાહભેર થાય અને જિલ્લાવાસીઓ આ ઉજવણીમાં સહભાગી બને તથા કાર્યક્રમના સ્થળ પર બેઠક વ્યવસ્થા, મંડપ,પીવાનું પાણી, આરોગ્ય સેવા, વગેરે સવલત અંગે માર્ગદર્શન આપ્યુ હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી  પી.આર.જોષી, નિવાસી અધિક કલેકટર એન.આર.ધાંધલ, તમામ પ્રાંત અધિકારીઓ  સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
#Independence Day #hansot news #સ્વાતંત્ર્ય પર્વ #Independence Day 2024 #15Th August
Here are a few more articles:
Read the Next Article