ભરૂચ : રોટરી ક્લબ દ્વારા ડિસ્ટ્રિક્ટ ઓપન સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનો પ્રારંભ, 800થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો...

રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ ઓપન સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ 2024-25નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં જિલ્લાના 800થી વધુ ખેલાડીઓએ વિવિધ રમત સ્પર્ધામાં ભાગ પોતાનું ખેલ કૌશલ્ય દર્શાવશે.

New Update
  • ભરૂચ રોટરી ક્લબ દ્વારા રોટરી યુથ સેન્ટર ખાતે કરાયું આયોજન

  • રોટરી ક્લબ દ્વારા ડિસ્ટ્રિક્ટ ઓપન સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનો શુભારંભ

  • 800થી વધુ ખેલાડીઓ વિવિધ સ્પર્ધાઓમાં ખેલ કૌશલ્ય દર્શાવશે

  • રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ, MIPRYC ચેરમેનની ઉપસ્થિતિ

  • ખેલાડીઓના કૌશલ્ય-રમત પ્રત્યેના જુસ્સાને વધારવામાં આવ્યો

ખેલ પ્રતિભાખેલદિલી અને સામુદાયિક ભાવનાની ઉજવણીના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ ઓપન સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ 2024-25નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં જિલ્લાના 800થી વધુ ખેલાડીઓએ વિવિધ રમત સ્પર્ધામાં ભાગ પોતાનું ખેલ કૌશલ્ય દર્શાવશે.

રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા તા. 23થી 26 જાન્યુઆરી-2025 દરમ્યાન ડિસ્ટ્રિક્ટ ઓપન સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. જેનો ઉદ્ઘાટન સમારોહ ભરૂચ સ્થિત એમ.આઈ.પટેલ રોટરી યુથ સેન્ટર ખાતે યોજાયો હતો. જેમાં સમગ્ર જિલ્લામાંથી 800થી વધુ ખેલાડીઓએ વિવિધ રમત સ્પર્ધામાં ભાગ લીધો છે. 

ત્યારે વિવિધ રમતો અને કેટેગરીમાં આ ખેલાડીઓ તેમના કૌશલ્ય અને રમત પ્રત્યેના જુસ્સાનું પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રચના પોદ્દારએમ.આઈ.પટેલ રોટરી યૂથ સેન્ટરના ચેરમેન પ્રશાંત રૂઇયાકેતન દેસાઈરાહુલ મહેતા તેમજ અન્ય હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં રોટેરિયન સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.