ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો...

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ

  • જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા આયોજન

  • નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરાયું

  • ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સરકાર સમક્ષ ડ્રાઇવર વર્ગની સમસ્યા રજૂ કરવાનો ઉદ્દેશ્ય

Advertisment

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં અવસાન પામેલા ડ્રાઇવરોના સ્મરણાર્થે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ કનુ વાળંદ અને ભુપેન્દ્ર પરમારની આગેવાની હેઠળ નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે જ ડ્રાઇવર કેડરના ઘટતા પ્રમાણ અને તેની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ બેચર રાઠોડે જણાવ્યું હતું કે, “નિવૃત થયેલા ડ્રાઇવરોને સરકાર તરફથી મળતી રિટાયરમેન્ટ સ્કીમના તમામ હકો સમયસર અને યોગ્ય રીતે મળી રહે તે જરૂરી છે. જેથી તેમનું જીવન સુખમય બની રહે.” આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સન્માન નથી. પરંતુ રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ ડ્રાઇવર વર્ગની જરૂરિયાતો અને સમસ્યાઓ રજૂ કરવાનો પણ હતો.

Read the Next Article

સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાયું

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે. રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા

New Update
y

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે.

Advertisment

રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા થીમ પર ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. 

શહેરના સ્ટેશન રોડ, કોર્ટ વિસ્તાર, મુખ્ય માર્ગના સર્કલો  સહિત માર્ગો પર ત્રિરંગી લાઇટિંગ આકર્ષક સજાવટ કરાતા સાંજના સમયે આખું શહેર દેશભક્તિના રંગોથી ઝગમગી ઉઠે છે.વહીવટી તંત્રના આયોજન દ્વારા 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને અનુલક્ષીને માત્ર માર્ગો જ નહીં પરંતુ વિવિધ સરકારી કચેરીઓ પણ તિરંગામય બની ગઈ છે. નગરપાલિકા, કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલય કચેરી તેમજ અન્ય સરકારી ઇમારતો પર ત્રિરંગી લાઇટિંગ કરાતા રાત્રિના સમયે દૃશ્ય અતિ મનોહર બની રહ્યું છે.શહેરવાસીઓ માટે આ શણગાર ગૌરવ અને ઉત્સાહનો વિષય બની રહ્યો છે. વરસાદ વચ્ચે ઝળહળતા લાઇટિંગ અને દેશભક્તિજન્ય શણગારે તહેવારી માહોલને વધુ જીવંત બનાવી દીધો છે. નાના બાળકો થી લઈને વડીલ નાગરિકો સુધી, દરેક વ્યક્તિ આ શણગાર નિહાળવા માટે પોતાના ઘરોમાંથી બહાર આવી રહી છે અને મોબાઇલ કેમેરામાં આ ઝલક કેદ કરી રહી છે.