ભરૂચ જિલ્લામાં મોસમનો કુલ 9181 મી.મી થી વધુ વરસાદ ખાબક્યો, 24 કલાકમાં વાલિયામાં સૌથી વધુ 18 ઇંચ વરસાદ નોંધાયો

ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. અને જિલ્લાના વાલિયા તાલુકામાં 18 ઇંચ વરસાદ નોંધાયો હતો

New Update
Bharuch Rainfall

ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. અને જિલ્લાના વાલિયા તાલુકામાં 18 ઇંચ વરસાદ નોંધાયો હતો,જ્યારે જિલ્લાનો મોસમનો કુલ 9181 મી.મી વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાનો મોસમનો કુલ વરસાદ 9181 મી.મી  થી વધુ નોંધાવા પામ્યો છે.જ્યારે તાલુકાવાર વરસાદની સ્થિતિ જોઈએ તો, જંબુસર તાલુકા ખાતે 12 મી.મી, આમોદ 14 મી.મી, વાગરા 89 મી.મી, ભરૂચ મી.મી 185, ઝઘડીયા 40 મી.મી., અંકલેશ્વર 65 મી.મી., હાંસોટ 33 મી.મી,વાલીયા 297 મી.મી, નેત્રંગ 94 મી.મી.વરસાદ નોંધાયો છે.
 
વધુમાં કીમ નદીના અસરગ્રસ્ત ગામ પાંજરોલી ગામની મામલતદાર હાંસોટે મુલાકાત લીધી હતી. જ્યારે વાલીયા તાલુકાના ડહેલી ગામે પણ મામલતદારે મુલાકાત કરી ગામના સરપંચ અને નાગરિકોને ગ્રામજનોને સચેત રહેવા અપીલ કરી હતી.
 
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે હાંસોટ તાલુકાના પાંજરોલી, ઓભા, આસરસા, ઈલાવ અને બાલોતા ગામમાં કીમ નદીની સપાટી વધી શકે છે. જેથી વાલીયા અને હાંસોટ તાલુકાના અસરગ્રસ્ત ગામોના નીચાણ વિસ્તારમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે ખસી જવા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરી સ્થળાંતર સમયે તંત્રને સહયોગ કરવા વિનંતી કરવામાં આવી હતી. 
Latest Stories