New Update
ભરૂચના સોનેરી મહલ વિસ્તારનો બનાવ
માદા શ્વાનને માર મારી મોતને ઘાટ ઉતરાય
મુસ્લિમ મહિલાએ માંડ્યો મોરચો
શ્વાનને માર મારનાર સામે ફરિયાદ નોંધાવા પોલીસ મથક પહોંચી
જીવદયા પ્રેમીઓની પણ મદદ લેવાય
ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં રાત્રી દરમિયાન ઊંઘમાં ખલેલ પહોંચાડવા જેવી સામાન્ય બાબતે શ્વાનને લાકડીના ફટકા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાતા એક મુસ્લિમ મહિલા પશુ ક્રુરતા મામલે પોલીસ સ્ટેશન પહોંચી હતી.
ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં શ્વાનના ત્રણ ગલુડિયાં માતા વિના વલખા મારતા અને કલ્પાંત કરતા નજરે પડતા સ્થાનિકોની આંખો ભીજાઈ હતી અસલમાં આ ત્રણ બાળકોની માતાને કેટલાક લોકોએ ગતરાતે લાકડીના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.માદા શ્વાનનો વાંક એટલો હતો કે તે તેના રાત્રે ભસવાથી એક પરિવારની ઊંઘમાં ખલેલ પડતી હતી.
આટલી સામાન્ય બાબતે કેટલાક લોકો હાથમાં ડાંગ સાથે નીકળી પડ્યા હતા અને માદા શ્વાનને ઘેરી લઇ લાકડીના સપાટા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. રાતે આ શ્વાનને બચાવવા કોઈ આગળ આવ્યું નહતું.આ શ્વાનનું મોત નીપજતા તેના ગલુડિયા રઝળી પડ્યા હતા.આજે મહિલાએ જીવદયા પ્રેમીઓની મદદ લઇ શ્વાનને મોતને ઘાટ ઉતારનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી..