ભરૂચ: તા. 14 સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ, આયોજન સંદર્ભે યોજાય બેઠક

ભરૂચ જિલ્લાને સ્વચ્છ બનાવવાનો છે. આ અભિયાનમાં સરકારી સંસ્થાઓ, એનજીઓ તેમજ જિલ્લાના તમામ નાગરિકોના સહયોગથી સ્વચ્છતાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે

New Update
Swachhta Hi Seva Abhiyan
ભરૂચ જિલ્લામાં કલેક્ટર  તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત બેઠક યોજાઈ હતી. ભરૂચ જિલ્લામાં ૧૪ સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર દરમિયાન “ સ્વચ્છતા હી સેવા (SHS) “ કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી રહી છે. “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” ની થીમ સાથે આ કેમ્પેઈન અન્વયે ભરૂચ જિલ્લાને સ્વચ્છ બનાવવાનો છે. આ અભિયાનમાં સરકારી સંસ્થાઓ, એનજીઓ તેમજ જિલ્લાના તમામ નાગરિકોના સહયોગથી સ્વચ્છતાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
આ મિટીંગ દરમ્યાન જિલ્લા કલેક્ટરે “સ્વચ્છતા હી સેવા (SHS)” – ૨૦૨૪ અંર્તગત દૈનિક ધોરણે સ્વચ્છતાની કરવાની થતી પ્રવૃતિઓ અને તેની કામગિરીનો સોશિયલ મિડીયામાં પ્રચાર –પ્રસાર થાય તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. વધારેમાં વધારે લોકો આ અભિયાનમાં જોડાય તે માટે લાઈઝનીંગ અધિકારીઓને વિવિધ રચનાત્મક સૂચનો આપી માર્ગદર્શન આપ્યું હતું.
સતત સ્વચ્છતા અભિયાન  થકી જાહેર સ્થળો, પ્રવાસન સ્થળો અને ધાર્મિક આસપાસના સામુદાયિક સ્વચ્છતા સંકુલોની સફાઈ અને તમામ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો સંગ્રહ, સિંગલ-યુઝ પ્લાસ્ટિક જાગૃતિ ડ્રાઇવ કરી સિંગલ યુઝ પ્લાસ્ટિકના સંગ્રહ અભિયાનનું આયોજન કરી કચરામાંથી કંચન વર્કશોપ (વેસ્ટ ટુ વેલ્થ) રિસાયક્લિંગ અને પુનઃઉપયોગને પ્રોત્સાહિત કરવામાં આવશે.
   
બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાધલ, ગ્રામ વિકાસ એજન્સી નિયામક નૈતિકા પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લાના તમામ લાયઝન અધિકારી તથા અમલીકરણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. 
Latest Stories