New Update
ભરૂચની દૂધધારા ડેરીની યોજાય હતી ચૂંટણી
ઘનશ્યામ પટેલની પેનલે મારી હતી બાજી
ઘનશ્યામ પટેલની ચરમેન તરીકે ફરીએકવાર વરણી
વાઇઝ ચેરમેન તરીકે સંજયસિંહ રાજ
ડેરીના વિકાસનો આશાવાદ વ્યક્ત કર્યો
ભરૂચની ચર્ચાસ્પદ દૂધધારા ડેરીનું સુકાન પુનઃ એકવાર ઘનશ્યામ પટેલને સોંપવામાં આવ્યું છે.આજરોજ સર્વ સંમતિથી ડેરીના ચેરમેન તરીકે ઘનશ્યામ પટેલ તો વાઇસ ચેરમેન તરીકે સંજયસિંહ રાજની વરણી કરવામાં આવી છે.
ભરૂચમાં 900 કરોડનું ટર્ન ઓવર ધરાવતી દૂધધારા ડેરીમાં આજે ચેરમેન પદ માટે ચૂંટણી યોજાય હતી. પ્રાંત અધિકારી મનીષા માનાણીની હાજરીમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં સર્વ સંમતીથી પુન: એકવાર ઘનશ્યામ પટેલની ચેરમેન પદે વરણી કરવામાં આવી હતી જ્યારે વાઇઝ ચેરમેન તરીકે સંજયસિંહ રાજના નામની જાહેરાત કરાય હતી.આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી નવ નિયુક્ત ચેરમેન અને વાઇઝ ચેરમેનને અભિનંદ સાથે શુભેચ્છા પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે 15 બેઠકો માટે જાહેર થયેલી ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની પેનલના 10 અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ પેનલની પેનલના માત્ર 2 અને અપક્ષના 3 ઉમેદવાર વિજેતા બન્યાં હતા અપક્ષ ઉમેદવારોએ પહેલેથી જ ઘનશ્યામ પટેલને ટેકો જાહેર કરી ચૂક્યા હતા ત્યારે ઘનશ્યામ પટેલને સર્વ સંમતીથી ફરીએકવાર ડેરીનું ચેરમેન પદ સોપાતા તેઓએ ડેરીના વિકાસ અને પશુપાલકોના પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી.
Latest Stories