ભરૂચ: ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને લઇ શિક્ષણ વિભાગ સજ્જ, તૈયારીઓને અપાયો આખરી ઓપ

ભરૂચ જિલ્લામાં યોજાનાર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરીઓ આપવામાં આવ્યો છે ભરૂચ જિલ્લામાં 33 હજારથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.

New Update
  • ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા યોજાશે પરીક્ષા

  • ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા યોજાશે

  • શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાય

  • 33 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

  • તમામ કેન્દ્રો સીસીટીવીથી સજ્જ

ભરૂચ જિલ્લામાં યોજાનાર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરીઓ આપવામાં આવ્યો છે ભરૂચ જિલ્લામાં 33 હજારથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.
ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12 બોર્ડની યોજનાર પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ સજજ બન્યું છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.ભરૂચ જિલ્લામાં ધો.૧૦ના ૨૨૫૮૩, ધો.૧૨સામાન્ય પ્રવાહના ૮૧૫૪ તથા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના ૩૦૪૮ મળી કુલ ૩૩૭૮૫ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. એસ.એસ.સીમાં કુલ ૩૨ પરીક્ષા કેન્દ્રો, ૮૪ બિલ્ડીંગો, ૮૦૯ બ્લોકમાં પરીક્ષા યોજાશે. એચ.એસ.સી સામાન્ય પ્રવાહમાં ૧૨ કેન્દ્રો, ૩૦ બિલ્ડીંગો, ૨૬૪ બ્લોકમાં પરીક્ષા યોજાશે તેજ રીતે એચ.એસ.સી વિજ્ઞાનપ્રવાહમાં ૦૪ કેન્દ્રો, ૧૭ બિલ્ડીંગો, ૧૫૪ બ્લોકમાં પરીક્ષા યોજાશે.
તમામ કેન્દ્રો પર CCTV કેમેરાની બાજ નજર રહેશે. પરીક્ષામાં ૧૮૬ જિલ્લા શિક્ષણ કચેરી સ્ટાફ, પાંચ કલેકટર કચેરી સ્ટાફ, ૭૩૪ પોલીસ સ્ટાફ, ૧૩૧ ઓબ્ઝરવર, ૧૫૨ સરકારી પ્રતિનિધિ, ૨૨૬૯ પરીક્ષા કેન્દ્રનો સ્ટાફ મળી કુલ ૩૪૭૭ સ્ટાફ પરીક્ષાલક્ષી કામગીરીમાં જોડાશે. પરીક્ષા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા વીજળીની વ્યવસ્થા સહિતના પગલાના આયોજન સંદર્ભેદરોજ કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને બેઠક પણ યોજાઈ હતી જેમાં સુચાર રૂપે આયોજન પૂર્ણ કરવામાં આવ્યું છે.ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે તમામ વિદ્યાર્થીઓને ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપવાના અનુરોધ સાથે શુભેચ્છા પાઠવી છે.
Read the Next Article

ભરૂચ : માછી સમાજના આગેવાન કમલેશ મઢીવાલા 20 કાર્યકરો સાથે AAPમાં જોડાયા !

ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે માછી સમાજના આગેવાન અને સામાજિક કાર્યકર કમલેશ મઢી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે.આવનારા સમયમાં રાજ્યમાં

New Update

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની તૈયારી

આપમાં આગેવાનો જોડાયા

માછી સમાજના આગેવાને આપનો ખેસ પહેર્યો

આપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

વિવિધ પ્રશ્ને ચલાવી છે લડત

ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે માછી સમાજના આગેવાન અને સામાજિક કાર્યકર કમલેશ મઢી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે.

આવનારા સમયમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી યોજનાર છે ત્યારે ભરૂચ જિલ્લામાં અત્યારથી જ ચહલપહલ જોવા મળી રહી છે. ભરૂચમાં માછી સમાજના આગેવાન, સમાજ સેવક અને વ્યવસાયે ધારાશાસ્ત્રી એવા કમલેશ મઢીવાલા તેમની 20થી વધુ લોકોની ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.સર્કિટ હાઉસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના દક્ષિણ ઝોનના પ્રભારી રામ ધડુક, પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા, ભરૂચ જિલ્લા આપના પ્રમુખ પિયુષ પટેલ તેમજ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજીએ તેઓને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપ્યો હતો. કમલેશ 

મઢીવાલા ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્તો તેમજ માછી સમાજના વિવિધ પ્રશ્નો અને ઔદ્યોગિક વિસ્તારના લોકોના વિવિધ પ્રશ્નો માટે છેલ્લા કેટલાય સમયથી લડત ચલાવી રહ્યા હતા ત્યારે તેઓએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. આવનારા સમયમાં તેઓ રાજકીય પ્લેટફોર્મ પરથી લોકોના પ્રશ્નો ઉજાગર કરશે તેવો દાવો કરવામાં આવ્યો છે.