ભરૂચ: તપોવન સંકુલ દ્વારા આયોજિત રાસ ગરબામાં ફાલ્ગુની પાઠકે ખેલૈયાઓને ઘેલું લગાડ્યું !

ભરૂચના તપોવન સંકુલ દ્વારા શરદપૂર્ણિમા નિમિત્તે રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકે ખેલૈયાઓને ગરબે ગુમાવ્યા હતા.

New Update

ભરૂચમાં શરદ પૂર્ણિમાની ઉજવણી

તપોવન સંકુલ દ્વારા આયોજન

રસ ગરબા મહોત્સવ યોજાયો

ફાલ્ગુની પાઠકે ખેલૈયાઓને ગરબે ઝુમાવ્યા

ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમ્યા

ભરૂચના તપોવન સંકુલ દ્વારા શરદપૂર્ણિમા નિમિત્તે રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકે ખેલૈયાઓને ગરબે ગુમાવ્યા હતા.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં તપોવન સંકુલ દ્વારા પ્રથમવાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત શરદપૂર્ણિમા નિમિત્તે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રાસ ગરબા મહોત્સવમાં ગરબા ક્વીન તરીકે જાણીતા ફાલ્ગુની પાઠકે ખેલૈયાઓને ગરબે જુમાવ્યા હતા. ખેલૈયાઓએ પરંપરાગત પોશાકમાં મન મૂકીને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી.આ પ્રસંગે અધિક કલેકટર એન.આર.ધાંધલ સહિતના અધિકારીઓ, તપોવન સંકુલના દિનેશ પંડ્યા, જાગૃતિ પંડ્યા તેમજ સભ્યો અને આમંત્રિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Read the Next Article

ભરૂચ : લુવારા ગામના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો,NH-48ના ફ્લાયઓવર કામના કારણે ખેતરોમાં ભરાયા પાણી

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં.48 પર હાલ ચાલી રહેલા ફ્લાયઓવર નિર્માણ કામ લુવારા ગામના ખેડૂતો માટે નવી મુશ્કેલીરૂપ બની ગયું છે.

New Update

લુવારા પાસે નિર્માણ થઇ રહ્યો છે ફ્લાયઓવર

ફ્લાયઓવરથી ખેડૂતોની મુશ્કેલી વધી

ફ્લાયઓવરથી  ખેતરમાં ભરાયા પાણી

ખેડૂતોએ નેશનલ હાઇવે ઓથોરિટીમાં કરી રજૂઆત  

ખેડૂતોએ હાઇવે ઓથોરિટી સામે વ્યક્ત કર્યો રોષ

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં.48 પર હાલ ચાલી રહેલા ફ્લાયઓવર નિર્માણ કામ લુવારા ગામના ખેડૂતો માટે નવી મુશ્કેલીરૂપ બની ગયું છે. ફ્લાયઓવર નીચે નાખવામાં આવેલા બોક્સ ગટરનું લેવલ ઉંચુ રાખવામાં આવતા આસપાસના નીચાણવાળા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

હાઈવે ઓથોરિટી દ્વારા આ કામગીરીમાં ધ્યાન ન આપવામાં આવતા ખેતરોમાં પાણી જમા થયું હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છેજેના કારણે પાક બગડવાનો ભય ઉભો થયો છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક અસરકારક નિકાલ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.લુવારા ગામના ઘણા ખેડૂતોનો આક્ષેપ છે કે આ સમસ્યાની જાણ નેશનલ હાઇવે ઓથોરિટીને કરવામાં આવી છેછતાં હજુ સુધી કોઈ પગલું લેવાયું નથી.ખેડૂતોનો આવકના મુખ્ય સ્ત્રોત ખેતર જ છેજેના નુકસાનથી તેઓ ગંભીર આર્થિક અસર ભોગવી શકે છે.હાલ તો ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તેઓ આંદોલન કરવા મજબૂર બનશે.