New Update
ભરૂચમાં આવેલી છે સુકૃતિ ડેન્ટલ હોસ્પિટલ
હોસ્પિટલમાં મહિલાનું મોત
તબીબની બેદરકારીના કારણે મોત નિપજ્યું હોવાના આક્ષેપ
પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા
પોલીસ મથકે અરજી આપવામાં આવી
ભરૂચની સુકૃતિ ડેન્ટલ હોસ્પિટલમાં 40 વર્ષીય મહિલાનું તબીબની બેદરકારીના કારણે મોત નીપજ્યું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે પોલીસે આ મામલે પોલીસે પેનલ પી.એમ.નો સહારો લઈ તપાસ શરૂ કરી છે.
ભરૂચની સાધના વિદ્યાલય પાછળ આવેલ બળેલી ખો વિસ્તારમાં રહેતા ઈરફાન પટેલના 40 વર્ષીય પત્ની નસીમબેન પટેલને દાંતનો દુખાવો થતાં તેઓ દ્વારા તેમને તબીબી પરીક્ષણ માટે શહેરની સુકૃતિ ડેન્ટલ હોસ્પિટલના તબિયત ડોક્ટર વિહાન સુખડિયા પાસે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબે તેઓને દવા આપી હતી પરંતુ પુનઃ દાંતમાં દુખાવો થતા તેઓ તેમને તબિબ પાસે લઈ ગયા હતા ત્યારે તબીબે તેમની દાઢનું ઓપરેશન કરવાનું જણાવ્યું હતું અને ઓપરેશન કર્યું હતું.આ અંગે પરિવારજનોના આક્ષેપ અનુસાર ઓપરેશન પૂર્ણ થઈ ગયા બાદ મહિલાની હાલત ખરાબ થઈ હતી આથી ડોક્ટર દ્વારા તેમને અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા કહેવામાં આવ્યું હતું. આથી તેમને ભરૂચની આદર્શ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું.આ મામલે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે સુકૃતિ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના કારણે તેમનો જીવ ગયો છે.પરિવારજનો દ્વારા આ અંગે એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપવામાં આવી છે.પોલીસે આ મામલે પેનલ પીએમનો સહારો લઈ તપાસ શરૂ કરી છે.
બીજી તરફ આ અંગે ડોક્ટર વિહાંગ સુખડિયાનો સંપર્ક કરાતા તેઓએ આ મામલે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને કાયદાકીય તપાસમાં સહયોગ આપશે તેવું જણાવ્યુ હતું.