ભરૂચ: સ્માર્ટ મીટર લગાવ્યા બાદ પરિવારને મળ્યું રૂ.83 હજારનું વીજ બિલ, DGVCL સામે રોષ

દક્ષિણ ગુજરાતી વીજ કંપનીના સ્માર્ટ મીટરનો વધુ એક વિવાદ સામે આવ્યો છે વીજ કંપની દ્વારા ગ્રાહકને રૂપિયા 83,000 નું બિલ આપી દેવાતા પરિવાર પરિવાર ચોંકી ઉઠ્યું

New Update
  • ભરૂચમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીનો વિવાદ

  • સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વધુ આવ્યુ વીજ બિલ

  • પરિવારને મળ્યું રૂ.83 હજારનું વીજ બિલ

  • વીજ કંપની સામે ઠાલવ્યો આક્રોશ

ભરતના દક્ષિણ ગુજરાતી વીજ કંપનીના સ્માર્ટ મીટરનો વધુ એક વિવાદ સામે આવ્યો છે વીજ કંપની દ્વારા ગ્રાહકને રૂપિયા 83,000 નું બિલ આપી દેવાતા 
પરિવાર પરિવાર ચોંકી ઉઠ્યું હતું.
ભરૂચમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સ્માર્ટ મીટરનો વધુ એક વિવાદ સામે આવ્યો. ભરૂચ શહેરના હાજીખાના બજારના બહાદુર વિસ્તારમાં એક પરિવારને સ્માર્ટ મીટરનું રૂ. 83,000 બિલ આવતા પરિવાર ચોંકી ઉઠ્યું હતું. મકાનનું અગાઉ જુના મીટરમાં 7થી 8 હજાર બિલ આવતું હતું પરંતુ એકાએક જ લાઈટ બિલમાં 83,000 ની રકમ જોઈ પરિવાર ચિંતામાં મુકાયો છે. 
ભરૂચના અનેક વિસ્તારોમાં સ્માર્ટ મીટરને લઈ સોસાયટીના રહીશોમાં આક્રોસ છે ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે.આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે.
Latest Stories