ભરૂચ:ફાંટા તળાવ રાણા પંચ દ્વારા 32 વર્ષોથી બનાવાય છે માવાઘારી, 60 સ્વયંસેવકો જોડાય છે કામગીરીમાં

હજારો કિલોગ્રામ માવાઘારી બનાવી ફાટા તળાવ રાણા પંચ દ્વારા સ્વાદ શોખીનોને તે વેચવામાં આવે છે.જે માટેના ઓર્ડર કેટલાઈ દિવસો પહેલા જ બુક થઈ ચુક્યા છે

New Update

ભરૂચમાં ચંદી પડવાની ઉજવણી માટે થનગનાટ

રાણા પંચ દ્વારા માવઘારી બનાવવાની પરંપરા

32 વર્ષથી બનાવવામાં આવે છે માવાઘારી

60 સ્વયંસેવકો જોડાય છે કામગીરીમાં

ચંદી પડવાના દિવસે આરોગવામાં આવે છે ઘારી

શરદ પુનમ અને ચંદી પડવાની ઊજવણીના થનગનાટ વચ્ચે પરંપરા મુજબ ભરૂચના સેવાશ્રમ રોડ સ્થિત ભક્તેશ્વર હોલ ખાતે 'માવા-ઘારી' બનાવવાનો ધમધમાટ જોવા મળ્યો છે. ભારતીય ઉત્સવો અને તેહવારો સાથે ખાણી-પીણીનો વિશેષ મહિમા જોવા મળે છે. ઉત્તારાયણે જેમ ઉધીંયુ-જલેબી. દશેરાએ ફાફડા-જલેબી અને શરદ પુનમે દૂધ-પૌઆ તે જ રીતે ચંદી પડવાની રાત્રીએ 'માવાઘારી' આરોગવાની પરંપરા ભરૂચ શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે.
હજારો કિલોગ્રામ માવાઘારી બનાવી ફાટા તળાવ રાણા પંચ દ્વારા સ્વાદ શોખીનોને તે વેચવામાં આવે છે.જે માટેના ઓર્ડર કેટલાઈ દિવસો પહેલા જ બુક થઈ ચુક્યા છે.
 રૂ. 640ના ભાવે એક કિલોગ્રામ માવાઘારીનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે. ઘારીના ભાવમાં પ્રતિકિલોએ 20 રૂપિયાનો વધારો થયો છે.
ભરૂચમાં સૌથી મોટાપાયે ફાટાતળાવ રાણા પંચ દ્વારા છેલ્લા ઘણા  વર્ષોથી માવાઘારીનું વેચાણ કરી સમાજ ઉત્થાનની પ્રવૃત્તિઓમાં યોગદાન આપવાનું શ્રેષ્ઠ કાર્ય કરવામાં આવે છે.ભરૂચના ભક્તેશ્વર હોલ ખાતે છેલ્લા ઘણા સમયથી રાણા સમાજના આશરે 60 જેટલા સ્વયંસેવક કાર્યકરો શુધ્ધતાથી માવાઘારી બનાવવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. 
#Connect Gujarat #gujarat samachar #માવા-ઘારી #ઘારી #Sharad Poonam #mavaghari #Sharad Poonam 2024
Here are a few more articles:
Read the Next Article