ભરૂચ: નેત્રંગના કાકડકુઈ ગામે ખેતર માલિકે યુવાનની કરી હત્યા, યુવાન નશાની હાલતમાં ખેતરમાં સુઈ રહેતો હતો !

ભરૂચના નેત્રંગ ત‍ાલુકાના કાકડકુઇ ગામે નજીવા ઝઘડામાં એક ઇસમની હત્યા થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

New Update
Screenshot_2025-03-25-17-55-42-92_92460851df6f172a4592fca41cc2d2e6
ભરૂચના નેત્રંગ ત‍ાલુકાના કાકડકુઇ ગામે નજીવા ઝઘડામાં એક ઇસમની હત્યા થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Advertisment
ભરૂચના નેત્રંગ તાલુકાના કાકડકુઇ ગામના ૪૪ વર્ષીય રાજેશ વસાવા છુટક મજુરી કામ કરતો હતો અને તે ગામના અશ્વિન વસાવા સાથે  ખેતરમાં આવેલ આંબાના ઝાડ નીચે રહેતો હતો. દરમિયાન તા.૨૪મીના રોજ રાતના આઠ વાગ્યાના અરસામાં  રાજેશ અને અશ્વિન વચ્ચે કોઇ વાતે ઝઘડો થયો હતો.આ ઝઘડામા અશ્વિને રાજેશને માથાના ભાગે પથ્થર મારી દેતા તેને ગંભીર ઇજા પહોંચી હતી જેમાં તેનું મોત નિપજ્યું હતું. અંગેની જાણ થતાની સાથે જ નેત્રંગ પોલીસનો કાફલો ઘટના દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટ અર્થે ખસેડવામાં આવ્યો હતો.ઘટના અંગે મૃતકની બહેન સંગીતા વસાવાએ ફરિયાદ નોંધાવતા નેત્રંગ પોલીસે અશ્વિન વસાવા વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment
Latest Stories